ગુજરાત ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના – Gujarat Khel Pratibha Puraskar Yojana Benefits & Eligibility
Updated for 2025 • Official links inside • Online Apply guidance
ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા તેમજ પ્રોત્સહન આપવા માટે ગુજરાત રાજ્ય સરકારે રમતગમતના ક્ષેત્રમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમની પ્રતિભાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે – “ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના”. આ યોજના દ્વારા ખેલાડીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવના વધે છે તેમજ સમાજમાં સ્વસ્થ, ખુશહાલ અને રમતપ્રેમી રમતવીરોને સારું વાતાવરણ ઊભું થાય છે.
યોજનાનો મુખ્ય હેતુ
- ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેમજ માન્યતા આપવી.
- યુવાનોને રમતગમતમાં કારકિર્દી બનાવવાના માટે પ્રોત્સાહિત કરવા.
- ખેલાડીઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અને શિસ્ત વિકસાવવ માટે પુરસ્કાર યોજના.
- રાજ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં પ્રતિષ્ઠા અપાવવી.
પાત્રતા માપદંડ
- ગુજરાત રાજ્યના ખેલાડી હોવા જોઈએ.
- રાજ્ય/રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં પ્રદર્શન કરેલ હોવું જોઈએ.
- માન્ય પ્રમાણપત્રો સાથે અરજી કરવી જરૂરી છે.
- માત્ર મૂળ ગુજરાતના વતની હોય એવા ખેલાડીઓ જ આ યોજનાના લાભાર્થી બની શકે છે.
પુરસ્કારના લાભો
- નાણાકીય સહાય (રોકડ પુરસ્કાર).
- પ્રમાણપત્ર અને મેડલ/ટ્રોફી.
- ખેલાડીના ભવિષ્ય માટે સરકારી અથવા ખાનગી સંસ્થાઓમાં અવસરોમાં વધારાની તક.
રોકડ પુરસ્કાર – વ્યક્તિગત રમત માટે
🥇 સુવર્ણ પદક વિજેતા
ઓલિમ્પિક ગેમ્સ | ₹૫ કરોડ |
એશિયન ગેમ્સ | ₹૨ કરોડ |
કોમનવેલ્થ ગેમ્સ | ₹૧ કરોડ |
કોમનવેલ્થ/એશિયન ચેમ્પિયનશીપ (સિનિયર્સ) | ₹૫૦ લાખ |
કોમનવેલ્થ/એશિયન ચેમ્પિયનશીપ (જુનિયર્સ) | ₹૨૫ લાખ |
🥈 રજત પદક વિજેતા
ઓલિમ્પિક ગેમ્સ | ₹૩ કરોડ |
એશિયન ગેમ્સ | ₹૧ કરોડ |
કોમનવેલ્થ ગેમ્સ | ₹૫૦ લાખ |
કોમનવેલ્થ/એશિયન ચેમ્પિયનશીપ (સિનિયર્સ) | ₹૩૦ લાખ |
કોમનવેલ્થ/એશિયન ચેમ્પિયનશીપ (જુનિયર્સ) | ₹૧૫ લાખ |
🥉 કાંસ્ય પદક વિજેતા
ઓલિમ્પિક ગેમ્સ | ₹૨ કરોડ |
એશિયન ગેમ્સ | ₹૫૦ લાખ |
કોમનવેલ્થ ગેમ્સ | ₹૨૫ લાખ |
કોમનવેલ્થ/એશિયન ચેમ્પિયનશીપ (સિનિયર્સ) | ₹૨૦ લાખ |
કોમનવેલ્થ/એશિયન ચેમ્પિયનશીપ (જુનિયર્સ) | ₹૧૦ લાખ |
અરજી કરવાની પ્રક્રિયા
- ખેલાડીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
- જરૂરી દસ્તાવેજો – જન્મતારીખનો પુરાવો, ઓળખનો પુરાવો, રમતગમતની સિદ્ધિઓના પ્રમાણપત્રો.
- અરજી ફોર્મ ઓનલાઈન સંપૂર્ણ ભરીને નક્કી કરેલી તારીખ પહેલાં સબમિટ કરવું.
- પસંદગી સમિતિ દ્વારા ઓનલાઈન અરજીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ / ઓળખ પુરાવા
- જન્મ તારીખનો પુરાવા (School LC અથવા જન્મ પ્રમાણપત્ર)
- રમતગમત સિદ્ધિઓના પ્રમાણપત્રો
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- શાળા/કોલેજનું સર્ટિફિકેટ (જો લાગુ પડે તો...)
મહત્વપૂર્ણ લિંક્સ (રજીસ્ટ્રેશન અને લોગિન)
અહીં અરજી ફોર્મ ઓનલાઈન ભરવા માટેની કેટલીક લિંક આપેલ છે. પહેલેથી રજીસ્ટર્ડ હો, તો Login કરી સીધું ફોર્મ ભરો. પહેલીવાર હો, તો યોગ્ય રજીસ્ટ્રેશન લિંક પસંદ કરો:
નોંધ: પ્લેયર ના Login ID અને Password ની માહિતી ઉપર આપેલ ઇ-મેલ દ્વારા પ્રાપ્ત થશે.
પસંદગી પ્રક્રિયા
- ખેલાડીના દસ્તાવેજો અને રમતગમતની સિદ્ધિઓનું મૂલ્યાંકન કર્યા બાદ પસંદગી.
- રાજ્ય/રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત સ્થાનના આધારે મળવાપાત્ર ગુણાંક આપવામાં આવશે.
- અંતિમ યાદી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવશે.
યોજનાનો પ્રભાવ
“ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” દ્વારા રાજ્યમાં હજારો ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું છે તેમજ નવા રમતવીરોને પણ યોજનાનો લાભ મળશે અને તેઓ પ્રેરિત થશે. ખેલાડીઓ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં પરંતુ જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવે છે. સરકાર દ્વારા મળતી આ માન્યતા ખેલાડીઓને ભવિષ્યમાં વધુ મહેનત કરવા પ્રેરણા આપે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
આ યોજના માટે કોણ અરજી કરી શકે?
ગુજરાત રાજ્યના મૂળ વતની ખેલાડીઓ જેઓએ રાજ્ય/રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સ્પર્ધાઓમાં પ્રદર્શન કર્યું છે.રોકડ પુરસ્કાર કેટલી રકમ સુધી મળે?
ઓલિમ્પિકમાં સુવર્ણ માટે ₹૫ કરોડ સુધી, એશિયન/કોમનવેલ્થ તથા ચેમ્પિયનશિપ માટે વિવિધ કેટેગરી મુજબ ઉપર બતાવ્યા પ્રમાણે.અરજી ક્યાંથી કરવી?
સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર આપેલા Login/Registration લિંક્સ પરથી.નિષ્કર્ષ
ગુજરાત સરકારની આ યોજના ખેલાડીઓ માટે એક અનોખું મંચ પૂરું પાડે છે. યુવાનોને રમતગમત તરફ આકર્ષિત કરી સ્વસ્થ સમાજનું નિર્માણ એ જ યોજનાનો સાચો હેતુ છે. જો તમે અથવા તમારા સંતાન રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી હો, તો આ યોજનામાં ભાગ લઈ શકો છો.
અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર. સ્પોર્ટ્સ ઓથોરીટી ઑફ ગુજરાત, ગાંધીનગર
સત્તાવાર માહિતી માટેની લિન્ક: https://sportsauthority.gujarat.gov.in/khel-pratibha-puraskar-schemes