Aadhaar Card PDF Download in Gujarati – Step-by-Step Guide

By Admin
0


How to Download Aadhaar Card? | mAadhaar અને UIDAI Portal માર્ગદર્શિકા

Gujarati Blog માં આપનું સ્વાગત છે! આજની પોસ્ટમાં આપણે જાણીશું કે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવો, UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ અને mAadhaar એપનો ઉપયોગ કેવી રીતે કરવો અને શું છે Masked Aadhaar Card.


Gujarati Step-by-Step Guide to Aadhaar Card PDF Download


✅ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની રીત UIDAI myAadhaar પોર્ટલ પરથી

  1. ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: https://myaadhaar.uidai.gov.in
  2. “Download Aadhaar” વિકલ્પ પસંદ કરો.
  3. તમારા આધાર નંબર, Enrolment ID અથવા Virtual ID દાખલ કરો.
  4. Captcha ભરો અને OTP મેળવવા માટે Submit કરો, OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.
  5. OTP મળે એટલે Submit કરો અને PDF ફાઈલ ડાઉનલોડ કરો.

📌 વધુ ઉપયોગી માહિતી (Tips & Notes)

  • આધાર ડાઉનલોડ કરવા માટે તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયેલ હોવું આવશ્યક છે.
  • Masked Aadhaar Card સામાન્ય ઓળખ માટે માન્ય છે અને વધુ સુરક્ષિત છે.
  • તમારા આધાર નંબર, Enrolment ID અથવા Virtual ID થી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે: 🔗 Aadhaar Card Download
  • ડાઉનલોડ કરેલ આધાર PDFને પ્રિન્ટ કાઢીને laminated કરાવી શકાય છે, જેથી લાંબા સમય સુધી ટકી શકે.

🔑 આધાર કાર્ડ PDF ઓપન કરવાનો માટેનો પાસવર્ડ

આધાર કાર્ડ PDF ખોલવા માટે એક પાસવર્ડ હોય છે:જે ઉદાહરણ માં જણાવ્યા મુજબનો હોય છે

આધાર નોંધણી કરાવી હોય એ મુજબ તમારા નામના પહેલા 4 કેપિટલ અક્ષર + જન્મ વર્ષ (YYYY)

ઉદાહરણ: નામ: RAHUL, જન્મ વર્ષ: 1990 → પાસવર્ડ = RAHU1990


📱 mAadhaar એપથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો?

  1. Google Play Store અથવા iOS App Store પરથી mAadhaar એપ ડાઉનલોડ કરો.
  2. એપમાં “Download Aadhaar” વિકલ્પ પસંદ કરો.
  3. તમારો આધાર નંબર નાખી OTP વડે Download કરો.
🛡️ Masked Aadhaar Card શું છે?

Masked Aadhaar Card એ તમારા આધાર નંબરનું માત્ર અંતિમ 4 અંક દર્શાવતું સુરક્ષિત વેરિઅન્ટ છે. UIDAI સલાહ આપે છે કે સામાન્ય ઓળખ માટે Masked આધાર જ વાપરવો.


🗂️ Regular Aadhaar Card અને Masked Aadhaar Card વચ્ચે તફાવત

પ્રકાર Regular Aadhaar Masked Aadhaar
આધાર નંબર આધાર કાર્ડના 12-અંક દર્શાવતું આધાર કાર્ડના છેલ્લાં 4 અંક જ દર્શાવતું
ઉપયોગ તમારી ઓળખ માટે એક સરકારી દસ્તાવેજની જેમ ઉપયોગી ઓળખ માટે પણ માન્ય,
સુરક્ષિત શૅરિંગ માટે વધુ યોગ્ય
ડાઉનલોડ સામાન્ય વિકલ્પ “Masked Aadhaar” ટિક કરીને ડાઉનલોડ કરો


🗂️ Regular Aadhaar Card ડાઉનલોડ

UIDAI પોર્ટલ અને mAadhaar એપથી Regular આધાર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. ખાતરી કરો કે તમારું મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવું જોઈએ.


🔐 સુરક્ષા માટે ખાસ નોંધ

  • તમારા આધાર PDF કોઈ અજાણ્યા વેક્તિ કે અજાણ્ય ડિવાઇસમાં ન ખોલો.
  • Masked Aadhaar Card સામાન્ય ID તરીકે વધુ સલામત છે.
  • હંમેશા UIDAI ની સત્તાવાર વેબસાઈટ અથવા mAadhaar એપનો જ ઉપયોગ કરો.

📢 Disclaimer (અસ્પષ્ટીકરણ)

આ બ્લોગમાં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. Gujarati Jankari Hub બ્લોગનું UIDAI (ભારત સરકારની આધાર સંસ્થા) સાથે કોઈ સત્તાવાર સંબંધ નથી. આધાર કાર્ડ ડાઉનલોડ કરતી વખતે કૃપા કરીને સાવચેતી રાખો અને હંમેશા માત્ર UIDAI ની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in અથવા અધિકૃત mAadhaar એપનો જ ઉપયોગ કરો.

આ બ્લોગ કોઈપણ વ્યક્તિગત માહિતીના ઉપયોગ માટે જવાબદાર નથી. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં સત્તાવાર અને પ્રમાણિત સ્ત્રોત પરથી માહિતી ચકાસવી જરૂરી છે.


📚 વધુ વાંચો:


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)