Bal Aadhaar Card: Step-by-Step Guide for 0-5 Year Old Children (2025 Update)

By Admin
0

🟦 Bal Aadhaar Card શું છે? બાળકો માટેનો આધાર કાર્ડ જાણો વિગતવાર

આજના સમયમા જન્મથી લઈને શિક્ષણ, યોજનાઓ અને ઓળખ માટે આધાર કાર્ડ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે. બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવું હવે આવશ્યક બની ગયું છે – જેને Bal Aadhaar Card તરીકે ઓળખવામાં આવે છે.

Bal Aadhaar Card 2025 – Guide for Kids Below 5 Years in India

👶 Bal Aadhaar શું છે?

Bal Aadhaar એ ખાસ કરીને 0 થી 5 વર્ષની ઉંમરના બાળકો માટે UIDAI દ્વારા જારી કરવામાં આવતું આધાર કાર્ડ છે. આ કાર્ડમાં સામાન્ય 12 અંકોનો આધાર નંબર હોય છે, પણ તેમાં બાળકની બાયોમેટ્રિક માહિતી જેમ કે અંગૂઠાની છાપ અને આંખોનું સ્કેન લેવામાં આવતું નથી.


📋 Bal Aadhaar માટે જરૂરી દસ્તાવેજો

બાળકનું નવું આધાર કાર્ડ બનાવાવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

  1. બાળકનો જન્મનો દાખલો (Birth Certificate)
  2. માતા કે પિતાનું આધાર કાર્ડ – જેમાંથી કોઈ એકનું નામ બાળકના જન્મના દાખલામાં સ્પષ્ટ અને આધાર કાર્ડ મુજબ લખેલું હોવું જોઈએ

📌 મહત્વપૂર્ણ નોંધો:

  • બાળકના જન્મના દાખલામાં બાળકનું નામ એક લાઇનમાં (નામ + પિતાનું નામ + અટક) હોવું જરૂરી છે
  • માતા/પિતાના નામ પણ તેમના આધાર કાર્ડ પ્રમાણે સંપૂર્ણ રીતે સુસંગત થવા જોઈએ.
  • જો નામમાં ફેરફાર હોય તો પહેલા જન્મ દાખલો સુધારવો જરૂરી છે.
  • જો માતા કે પિતાનું આધાર કાર્ડ અપડેટ થયે 10 વર્ષથી વધુ સમય થયો હોય, તો પહેલાં તેઓનું અપડેશન કરાવવું જરૂરી છે.

→ આ પછી જ બાળકના આધાર કાર્ડ માટે નોંધણી કરાવવી હિતાવહ છે.


📍 ક્યાંથી Bal Aadhaar બનાવાવી શકાય?

Bal Aadhaar તમે નજીકના આધાર નોંધણી કેન્દ્ર, પોસ્ટ ઓફિસ અથવા માન્ય બેંક આધાર કેન્દ્ર પરથી બનાવી શકો છો.

👉 નજીકનું આધાર કેન્દ્ર શોધો


📝 નોંધણી પ્રક્રિયા કેવી રીતે છે?

  1. બાળક સાથે માતા કે પિતા કેન્દ્ર પર જઈને ફોર્મ ભરે
  2. જરૂરી દસ્તાવેજો સબમિટ કરે, (ચકાસણી માટે, જે નોંધણી પ્રક્રિયા બાદ પરત કરવામાં આવે છે.)
  3. બાળકનો ફોટો લેવામાં આવે (બાયોમેટ્રિક નહી)
  4. નોંધણી પછી Acknowledgment Slip મળે
  5. અંદાજિત ૭ થી ૧૫ દિવસમાં આધાર તૈયાર થાય

👉 આધાર ડાઉનલોડ કરો


🔄 5 વર્ષની ઉંમે પછી શું કરવું?

જ્યારે બાળક 5 વર્ષનો થાય ત્યારે તેને ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે. જેમ કે:

  • હાથના અંગૂઠા અને એગળીઓની છાપ (Fingerprint)
  • આંખનું સ્કેન (Iris)
  • તાજેતરનો ફોટો

આને Mandatory Biometric Update (MBU) કહેવાય છે. જો સમયસર અપડેટ ન કરાવાય તો આધાર અમાન્ય બની શકે છે.


💰 Bal Aadhaar માટે ચાર્જ લાગે છે કે મફત છે?

Bal Aadhaar માટે નવી આધાર નોંધણી એકદમ મફત છે. UIDAI દ્વારા બાળકો માટેનો આધાર કાર્ડ પ્રથમ વખત વિના મુલ્યે (free) આપવામાં આવે છે.

સેવા ચાર્જ
નવી નોંધણી (0-5 વર્ષ) ₹0 (મફત)

🏛️ રાજ્ય સરકારની યોજનાઓ માટે Bal Aadhaar કેમ જરૂરી છે?

બાળકો માટે ચાલતી ઘણી રાજ્ય સરકારની યોજનાઓમાં Bal Aadhaar અથવા આધાર કાર્ડ ફરજિયાત છે, કારણ કે:

  • ઓળખ તરીકે માન્યતા મળે છે
  • યોજનાઓમાં પાત્રતા ચકાસી શકાય છે
  • ડિજિટલ ટ્રેકિંગ સરળ બને છે

📌 ઉપયોગી યોજનાઓ:

  • મિડ-ડે મીલ યોજના (મધ્યાહન ભોજન)
  • પોષણ અભિયાન / આશા વર્કર રેકોર્ડિંગ
  • શાળા પ્રવેશ / ઈ-હાજરી માટે ID
  • ICDS અને Anganwadi Child Tracking
  • Scholarship માટે જરૂરી ID
  • માતૃ વંદના યોજના (PMMVY)

🎯 Bal Aadhaar ના ઉપયોગ

  • શાળા પ્રવેશમાં ઓળખ તરીકે
  • હોસ્પિટલ, રસીકરણ અને તબીબી સેવા માટે
  • સરકારી લાભો મેળવવા માટે
  • મુસાફરી દરમિયાન ઓળખ તરીકે

📄 ઉપયોગી લિંક્સ:


🔚 અંતિમ વિચાર

Bal Aadhaar (Aadhaar Card) એ બાળક માટેનું મહત્વપૂર્ણ ઓળખપત્ર છે. બાળપણથી જ ડિજિટલ ઓળખ થવાથી શૈક્ષણિક, આરોગ્ય અને સરકારી લાભોમાં સરળતા મળે છે. જો તમારું બાળક 5 વર્ષની નીચે છે, તો આજે જ Bal Aadhaar બનાવાવાનું આયોજન કરો અને સંબંધિત દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર રાખો.

📌 અસ્વીકૃતિ: આ બ્લોગપોસ્ટમાં આપેલ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. નવીનતમ અને અધિકૃત માહિતી માટે કૃપા કરીને UIDAI ની સત્તાવાર વેબસાઇટ જુઓ: uidai.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)